Friday, August 13, 2010

મિત્રતા

મિત્રતા એક એવી મળી કે દૂર કોસ જો થાય..
બસ યાદ કરતામાંજ હુંફ એની વરતાય..
હૃદયમાં રહેતા હોય દુ:ખ જે પણ સંતાય..
બસ એક દ્રષ્ટિ એની પડે ને સઘળું કહેવાઈ જાય..

હાથમાંથી સમય સરે ને વર્ષો વિતી જાય..
પણ એક ક્ષણ એવી મળી કે જીવન જીવી જવાય..
હતી હું એક એવુ રણ, પાણી વગર નિ:સહાય..
મિત્રતા તમારી મળી ને ઠંડી પડી ગઈ લ્હાય..

દુઃખમાંય સદાય હસવુ એવું, કે દુ:ખ ખુદ શરમાય..
એ કળા શિખવનાર મિત્રતા કેમ કરી ભુલાય..
ઓ ખુદા! બસ એવુ કર, ના આવે વિરહ કે જુદાઈ..
કાયમ રહે મારા ગજવામા મિત્રતાની આ કમાઈ..

1 મત:

Ashish Tilak said...

કેટલું સરસ અને સાચું લખ્યું છે..

દુઃખમાંય સદાય હસવુ એવું, કે દુ:ખ ખુદ શરમાય..
એ કળા શિખવનાર મિત્રતા કેમ કરી ભુલાય..

અને..

હાથમાંથી સમય સરે ને વર્ષો વિતી જાય..
પણ એક ક્ષણ એવી મળી કે જીવન જીવી જવાય..

ખરેખર મિત્રો સાથે ગાળેલ એક પળ જીવન ને સજીવન કરી દે છે. જુના સંસ્મરણો તાજા કરી દે છે.. અને ફરીથી નવા દુઃખોને ખાળવાની નવી શક્તિ મળી જાય છે..

આવી નિરાલી નિરાલી રચનાઓ કરતી રહેજે..

Post a Comment