Its a whole new hope...

ગુરૂવાર, જુલાઈ  ૨૨, ૨૦૧૦

પ્યારા મિત્રો..

આજકાલ નવાં (એટલે કે જૂનાં પણ બાકી રહી ગયેલ) શોખ જાગૃત થયા છે..
લગભગ ૧૧ થી ૧૨ વર્ષ પહેલાં કૉલેજ કાળ દરમ્યાન કસરતો કરી હતી.. હવે ફરીથી 'બોડી બિલ્ડીંગ'નો શોખ વળગ્યો છે, એટલે દિલ્હી આવ્યા પછી જીમ જોઈન કરી લીધું છે. વર્ષો જૂની ગિટાર શીખવાની ઈચ્છા પણ પૂરી થઇ રહી છે.. ઈંટરનેટ પર રહેલા ગુજરાતી સાહિત્યના ભંડારમાં ડૂબકા મારવામાં પણ અનેરો આનંદ આવી રહ્યો છે અને જુના નવા અનેક સર્જકોનું સર્જન માણવા મળી રહ્યું છે. અને SAP ટ્રેનીંગ તો ખરી જ..

આવો જ એક અનેરો શોખ લાગ્યો છે સાહિત્ય સર્જન નો.. દિલ્હી આવ્યા પછી એકદમ અચાનક જ મારામાંનો સાહિત્યકાર જાગી ઉઠ્યો છે અને જાણે દૂધ માં ઉભરો આવે એવી રીતે અચાનક જ અંદર થી ઊર્મિ શબ્દ સ્વરૂપે છલકાવા લાગી છે. આ શબ્દો ને મેં કેચ કરવાનું નક્કી કર્યું અને એને સ્થૂળ સ્વરૂપ આપવાનું નક્કી કર્યું.

અને એટલે જ હું આજે આ એક નવો બ્લોગ શરૂ કરું છું, જે બની રહેશે આપણા સૌનો સહિયારો બ્લોગ. આપણા આ સહિયારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ પર આપણે સૌ સાથે મળીને આપણું પોતાનું સાહિત્ય શેર કરીશું. આપ અહી આપની પોતાની મૌલિક રચનાઓ રજુ કરી શકશો, અને બીજાની રચનાઓની સમીક્ષા પણ.. અહી આપ ઉપયોગી માહિતીની આપલે પણ કરી શકશો અને જાણીતા-અજાણ્યા સાહીત્યકારોની રચનાઓ પણ શેર કરી શકશો.

… તો ચાલો શૂન્યમાંથી થોડું સર્જન કરીએ...

સૌનો સહકાર મળતો રહેશે એવી આશ સાથે..