Thursday, July 29, 2010

દિલને માનવી ના શકી

મારો બીજો પ્રયાસ..

આ વખતે feminine concept નો ઉપયોગ કરવાનું વિચાર્યું


યાદ આપની દિલથી ભુલાવી ના શકી,
આ સ્વપ્નને હકીકત બનાવી ના શકી

પ્રેમમાં મારા ખોટ ન જાણે કેવી રહી
આપના દિલમાં ચાહ જગાવી ના શકી

નસીબની આ ઉલટી ચાલ જ કંઈ હશે
કે આપને હું મારા બનાવી ના શકી

આંસુઓ સાથેની લડાઈ આ છે વર્ષો જૂની
કોશિશ કરી ઘણી, હરાવી ના શકી

"આશ" લઈને રાહ પર નજરો બિછાવી છે
નહિ આવે, ખબર છે, પણ દિલને માનવી ના શકી...


તો ચાલો, નીચેના "આપના મત" સેક્શનમાં જણાવો કે આ કવિતા કેવી લાગી?

તારી યાદ...

પ્રિય મિત્ર જેવા જીજાજી,
ખુબ ખુબ અભિનંદન આ નવા પ્રયાસ માટે ...
આજે તમારા બ્લોગ માં મારું પ્રથમ બનાવેલું કાવ્ય મુકું છું
આશા રાખું છું તમને ગમશે ...

આજે ઝરમર વરસાદ ને તારી યાદ,

આપણો જુનો સંબંધ ને તારી યાદ,

મીઠી મીઠી લાગણી ને તારી યાદ,

મોસમ નો પેહલો વરસાદ ને તારી યાદ,

આંખ માં આંસુ ને તારી યાદ...

I Look at You and Smile...

I look at you and smile
at the goofy grin on your face
or you laughing at your own joke
in your typical style

I call and ask you
whether you are all right
after a bad bout of cold
or some disappointment new

I text you and think
whether you will reply
or just hit the delete button
or send it to the archive's sink

I meet you and feel
the same sensation within
and unfamiliar fluttering
of my heart still

I touch you and sense
your mood and mind
especially if you are lost
in a web of thoughts dense

I think of you and know
despite all that I mentioned
and the reason of it all
Did I say I love you?

Thursday, July 22, 2010

કેવી રીતે લખું? ... મારું પહેલું સર્જન...

મળતા નથી શબ્દો ખાસ, કેવી રીતે લખું?
ગમ આજે પણ છે આસ પાસ, કેવી રીતે લખું?

રહેતા'તા બનીને ધડકન શક્શ જે દિલમાં
એ દિલ નથી મારી પાસ, કેવી રીતે લખું?

એ આવ્યા બનીને વાદળ વર્ષા નથી છતાં
હોઠો પર મારા એની પ્યાસ, કેવી રીતે લખું?

જેની વફાના ચર્ચા કરતો તો દિન રાત
એની વફાની નથી આશ, કેવી રીતે લખું?

Its a whole new hope...

પ્યારા મિત્રો..

આજકાલ નવાં (એટલે કે જૂનાં પણ બાકી રહી ગયેલ) શોખ જાગૃત થયા છે..
લગભગ ૧૧ થી ૧૨ વર્ષ પહેલાં કૉલેજ કાળ દરમ્યાન કસરતો કરી હતી.. હવે ફરીથી 'બોડી બિલ્ડીંગ'નો શોખ વળગ્યો છે, એટલે દિલ્હી આવ્યા પછી જીમ જોઈન કરી લીધું છે. વર્ષો જૂની ગિટાર શીખવાની ઈચ્છા પણ પૂરી થઇ રહી છે.. ઈંટરનેટ પર રહેલા ગુજરાતી સાહિત્યના ભંડારમાં ડૂબકા મારવામાં પણ અનેરો આનંદ આવી રહ્યો છે અને જુના નવા અનેક સર્જકોનું સર્જન માણવા મળી રહ્યું છે. અને SAP ટ્રેનીંગ તો ખરી જ..

આવો જ એક અનેરો શોખ લાગ્યો છે સાહિત્ય સર્જન નો.. દિલ્હી આવ્યા પછી એકદમ અચાનક જ મારામાંનો સાહિત્યકાર જાગી ઉઠ્યો છે અને જાણે દૂધ માં ઉભરો આવે એવી રીતે અચાનક જ અંદર થી ઊર્મિ શબ્દ સ્વરૂપે છલકાવા લાગી છે. આ શબ્દો ને મેં કેચ કરવાનું નક્કી કર્યું અને એને સ્થૂળ સ્વરૂપ આપવાનું નક્કી કર્યું.

અને એટલે જ હું આજે આ એક નવો બ્લોગ શરૂ કરું છું, જે બની રહેશે આપણા સૌનો સહિયારો બ્લોગ. આપણા આ સહિયારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ પર આપણે સૌ સાથે મળીને આપણું પોતાનું સાહિત્ય શેર કરીશું. આપ અહી આપની પોતાની મૌલિક રચનાઓ રજુ કરી શકશો, અને બીજાની રચનાઓની સમીક્ષા પણ.. અહી આપ ઉપયોગી માહિતીની આપલે પણ કરી શકશો અને જાણીતા-અજાણ્યા સાહીત્યકારોની રચનાઓ પણ શેર કરી શકશો.

… તો ચાલો શૂન્યમાંથી થોડું સર્જન કરીએ...

સૌનો સહકાર મળતો રહેશે એવી આશ સાથે..