Friday, August 27, 2010

અમારું નવું સરનામું....

વહાલા મિત્રો..

અમારા બ્લોગ ને જોવા-માણવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર...

આજથી આપ અમને અમારા નવા એડ્રેસ "આશ..." પર મળી શકશો..

આવીજ રીતે અમને પ્રોત્સાહિત કરતા રહેશો એવી આશ સાથે...

We have moved...

Thanks all for viewing our blog.

We are proud to announce our own new site...

From now on, you can visit us at

http://nai-aash.in


Please keep visiting us..

Thanks,
aSh..

Tuesday, August 24, 2010

"નઈઆશ"

જીવન માં નવી આશા લાવે નઈ આશ,

જુના શોખ વિકસાવે નઈ આશ,

એશ નું નજરાણું છે નઈ આશ,

હેમ થકી પ્રેરણા છે નઈ આશ..

Wednesday, August 18, 2010

થઇ જાય તો સારુ..

કરે દિલ યાદ એમને ને..
ક્યાક એ દેખાઇ જાય તો સારુ..

લાગી હોય જયારે તરસ મને ને
તમારી લાગણી નો વરસાદ થઇ જાય તો સારુ..

હોય ભલે હોઠ બંધ તમારા ને
તોય મને બધુ સમજાઇ જાય તો સારુ..

તરસે છે આ નયન તમને જોવા રાત દિન
જોઉં હું તમને ને આ આંસુ સુકાઇ જાય તો સારુ..

આજ ખયાલો મા હું તો ખોવાઇ જાંઉ છું
એકવાર મારુ આ સ્વપ્નું સાચુ થઇ જાય તો સારુ..

આમ તો આ પ્રેમ નો મારગ ઘણો કઠિન છે "હાર્દિક"..
આપણે એક મેક કાયમી સંગાથ થઇ જાય તો સારુ..

"પ્રેમ"

પેહલી નઝર માં કોઈ ગમી જાય, એ પ્રેમ છે,

કારણ વગર કોઈ ગમી જાય એ પ્રેમ છે,

જેના નામ માત્રથી મુખડું મલકાઈ જાય,એ પ્રેમ છે,

જેના વિચાર થી મન ચકડોળે ચડે, એ પ્રેમ છે,

જેને વારંવાર મળવા નું મન થાય, એ પ્રેમ છે,

જેના વગર એક પળ પણ રહી ના શકાય, એ પ્રેમ છે,

જો તમને પણ આ બધું થાય છે, તો તમને પણ પ્રેમ છે...

Friday, August 13, 2010

મિત્રતા

મિત્રતા એક એવી મળી કે દૂર કોસ જો થાય..
બસ યાદ કરતામાંજ હુંફ એની વરતાય..
હૃદયમાં રહેતા હોય દુ:ખ જે પણ સંતાય..
બસ એક દ્રષ્ટિ એની પડે ને સઘળું કહેવાઈ જાય..

હાથમાંથી સમય સરે ને વર્ષો વિતી જાય..
પણ એક ક્ષણ એવી મળી કે જીવન જીવી જવાય..
હતી હું એક એવુ રણ, પાણી વગર નિ:સહાય..
મિત્રતા તમારી મળી ને ઠંડી પડી ગઈ લ્હાય..

દુઃખમાંય સદાય હસવુ એવું, કે દુ:ખ ખુદ શરમાય..
એ કળા શિખવનાર મિત્રતા કેમ કરી ભુલાય..
ઓ ખુદા! બસ એવુ કર, ના આવે વિરહ કે જુદાઈ..
કાયમ રહે મારા ગજવામા મિત્રતાની આ કમાઈ..

Thursday, August 12, 2010

હુંતો સાવ કોરી ને કોરી

વરસતા વરસાદમાં પણ હું તો સાવ કોરી ને કોરી

યાદોને એમની મેં આંખોમાં સંકોરી
કારણ કે પ્રેમ ની આ દુનિયામાં હું સાવ નવી નકોરી

હરખથી પડીતી હુંતો પ્રેમ ના આ સાગરમાં,
તોય આજ મઝધારમાં પણ હું તો સાવ કોરી ને કોરી

"હાર્દિક" તારી યાદ તો આંખો ને ભીંજવે છે પલ પલ,
બસ તારા મીલન ની આશાએ હું રાખુ છુ એને સાવ કોરી ને કોરી